મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવાયો:પોરબંદરના સીમર ખાતે શારદા વિદ્યામંદિરમાં મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો; વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના સીમર ખાતે આવેલા શ્રી શારદા વિદ્યામંદિર હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના પ્રયત્નોના ભાગરૂપે અને પોરબંદર જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વધુમાં વધુ લોકજાગૃતિ આવે અને મહત્તમ લોકો મતદાન કરે તે હેતુથી કોઈ મતદાર છૂટી ન જાય તે માટે પ્રેરણા અને માર્ગદર્શન માટે સીમર હાઈસ્કૂલમાં શાળાના આચાર્ય અને નોડલ અધિકારી ધવલ ખુંટીની ઉપસ્થિતિમાં મતદાર સાક્ષરતા ક્લબ સીમર દ્વારા મહેંદી, રંગોળી, ચિત્ર અને રાખડી મેકિંગ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓએ મતદારોને જાગૃત કરવાના પ્રયત્નો કર્યા
દરેક સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક ભાગ લઇ મતદાર જાગૃતિનો સંદેશો આપતી રંગોળી, રાખડી, મહેંદી તેમજ ચિત્રો બનાવી મતદારોને જાગૃત કરવાના સરકારના પ્રયત્નોને સાકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ તકે શ્રી નવચેતન પ્રાથમિક શાળાના આચાર્ય અને સ્ટાફ મિત્રોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. તે ઉપરાંત એન.એસ.એસ.ના સ્વયંસેવકો અને નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.

સ્પર્ધામાં થયું વિદ્યાર્થીઓનું સન્માન
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ આ મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. મતદાન જાગૃતિ અભિયાન આધારિત આ સ્પર્ધાઓમાં જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ ટ્રસ્ટી વી.ડી.કારાવદરા અને અન્ય ટ્રસ્ટી ગણે વિધાર્થીઓને બિરદાવી તેમજ વિદ્યાર્થીઓ અને શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...