કાર્યવાહી:ખાસ જેલ ખાતે કેદીએ જેલ સહાયકની ફરજમાં રૂકાવટ કરી

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેરેક બહાર થુંક નાખવાની ના પાડતા કેદીએ સ્ટાફને ગાળો કાઢી ધમકી આપી, પોલીસે કેદી વિરૂદ્ધ ગુનો નોંધી કરી કાર્યવાહી

પોરબંદરની ખાસ જેલ ખાતે જેલ સહાયક ફરજમાં હતા તે દરમ્યાન એક કેદીએ બેરેક બહાર થુંકતા, જેલ સહાયકે થુંક નાખવાની ના પાડતા કેદીએ ગાળો કાઢી ધમકી આપી, ફરજમાં રૂકાવટ કર્યા અંગેની ફરિયાદ નોંધાઇ છે.

પોરબંદરની ખાસ જેલ ખાતે જેલ સહાયક તરીકે ફરજ બજાવતા રામભાઈ રણમલભાઈ જાદવ જેલ ખાતે નાઈટ રાઉન્ડની ફરજમાં હતા ત્યારે જેલના યાર્ડ નંબર 2માનો કેદી સાજીદ ઉર્ફે સજજુ ગુલામ મોહમદ કોઠારીએ બેરેક નંબર 6ની બહાર થૂંક નાખી હતી.

જેથી જેલ સાહાયકે અહી થુંકવાની ના પાડી સમજાવતા, આ કેદીએ ઉશ્કેરાઈ જઈને જેલ સહાયકને ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી જેલ સહાયકની ફરજમાં રૃકાવટ કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે કેદી વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કેદી ગુન્હાહિત નેટવર્ક ધરાવે છે
ખાસ જેલમાનો કેદી સાજીદ ઉર્ફે સજજુ ગુલામ મોહમદ કોઠારી સુરતનો છે અને બીજી વખત થયેલ ગુજસીકોક ગુન્હામાં પોરબંદરની ખાસ જેલમાં સુરતથી આવેલ છે. આ આરોપી કેદી ત્યાં ગેંગ ધરાવે છે અને ગુન્હાહિત નેટવર્ક ધરાવે છે. 4 માસથી પોરબંદરની ખાસ જેલમાં રહે છે.

આરોપી કેદી સામે 70થી વધુ ગુન્હા છે
સુરતનો સાજીદ ઉર્ફે સજ્જુ નામનો શખ્સ સામે 70 થી વધુ ગુન્હા નોંધાયેલ છે. 10 થી વધુ વખત પાસા પણ થયેલ છે. લેન્ડ ગ્રેબિંગ, ખંડણી સહિતના ગુન્હા નોંધાયેલ છે. ત્યારે આ આરોપી કેદીનું ગેર વર્તન હોવાથી અન્ય સેન્ટ્રલ જેલમાં ખસેડવા કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું જેલરે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...