• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • A Press Conference Was Held Under The Chairmanship Of District Election Officer And Collector; On December 1, Yojana Informed About The Voting Process

પોરબંદરમાં 494 મથકો પર મતદાન થશે:જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરનાં અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ; 1 ડિસેમ્બરે યોજનાર મતદાન પ્રક્રિયા અંગે માહિતી આપી

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અશોક ર્શમાનાં અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઇ હતી. તા.1 ડિસેમ્બરના રોજ જિલ્લાના 494 મતદાન મથકો પર મતદાન યોજાશે એવું કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. મતદાન માટે 14 સખી મતદાન મથકો, દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત મતદાન મથક-2 તથા 2 ગ્રીન મતદાન મથક ઉપરાંત 1 યુવા મતદાન મથક અને 2 મોડલ મતદાન મથક રાખવામાં આવ્યા છે.

કેન્દ્રીય ફોર્સનાં જવાનો ફરજ બજાવશે
પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અશોક ર્શમાનાં અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઇ હતી. ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત 83-પોરબંદર વિધાનસભા અને 84-કુતિયાણા વિધાનસભા વિસ્તારમાં તા.1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. તેમ જણાવી કલેક્ટરે કહ્યું હતુ કે, જિલ્લાના 494 મતદાન મથકો પર મતદાન યોજાશે. જિલ્લામાં 177 ક્રિટીકલ પોલિંગ સ્ટેશન પર કેન્દ્રીય ફોર્સનાં જવાનો ફરજ બજાવશે. 177 ક્રિટીકલ સહિત 246 મતદાન મથકો વેબ કાસ્ટિંગ છે.

મતદાન મથકો પર સ્ટાફ ફરજબધ્ધ
આ ઉપરાંત 14 સખી મતદાન મથકો છે. દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત મતદાન મથક-2 તથા 2 ગ્રીન મતદાન મથક છે. 1 યુવા મતદાન મથક છે. આ ઉપરાંત 2 મોડલ મતદાન મથક છે. આમ 494 મતદાન મથકો પર 2860 કર્મચારીઓ તથા પોલીસ સ્ટાફ ફરજબધ્ધ હશે. વધુમાં કલેકટરે જણાવ્યું હતુ કે, 2017 વિધાનસભાની ચૂંટણીમા જે વિસ્તારોમાં ઓછુ મતદન થયું હતું તે વિસ્તારોમાં વધુ મતદાન થાય આ ઉપરાંત સમગ્ર જિલ્લમાં વધુને વધુ મતદાન થાય, મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરે તે માટે સ્વીપ ટીમ દ્રારા મતદાન જાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...