તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ગ્રામ્ય વિસ્તારની વીજ સમસ્યા અંગે ઉર્જામંત્રીને રજૂઆત કરાઇ

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મીઓનો અભાવ અને માલની અછતને લીધે વીજ સમસ્યાનો ઉકેલ આવતો નથી
  • પોરબંદર જિલ્લાને પુરતા ટ્રાન્સફોર્મર, વાયર સહિતનો માલ પુરો પાડવા કોંગ્રેસની રજૂઆત

પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ સમસ્યાને કારણે લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. ખાસ કરીને ચોમાસામાં વીજ ધાંધીયાને લીધે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે પોરબંદર કોંગ્રેસ દ્વારા ઉર્જામંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર કોંગ્રેસના અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયા દ્વારા ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે ચોમાસાના સમયમાં ગ્રામ્ય વિસ્તારમાં 50 વર્ષ જૂના કર્મચારીઓના સેટઅપને કારણે ઘણી જ વીજ સમસ્યાઓ જોવા મળી રહી છે.

ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની પીજીવીસીએલની કચેરીઓમાં પૂરતો માલ-સામાન પર હોતો નથી જેથી દિવસો સુધી વીજ સમસ્યાનું નિરાકરણ આવતું નથી અને ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્પરો અને લેબરોની મોટી ઘટ જોવા મળી રહી છે જેથી દિવસો સુધી વીજ ફોલ્ટ રીપેર કરવામાં આવતા નથી જેને કારણે વાડી વિસ્તારના ખેડૂતોને રાત્રીના સમયે અંધારામાં રહેવું પડે છે. જિલ્લાને પૂરતા ટ્રાન્સફોર્મર, એલએનટીના વાયરો, ચકલા સહિતનો પૂરતો માલસામાન પૂરો પાડવા રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...