ગાંધીનગર GIDC ડેલીગેશન પોરબંદરની મુલાકાતે:વનાણા ઔધોગીક વસાહતના ઉદ્યોગકારોનાં પડતર પ્રશ્રો અંગે રજૂઆત કરાઈ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના વનાણા જીઆઈડીસી ખાતે અનેક નાના-મોટા ઔદ્યોગીક એકમો આવેલા છે. જીઆઈડીસી અસ્તિત્વમા આવી ત્યારથી લઈને આજ દિન સુધી અનેક પડતર પ્રશ્નોને લઈને ઔધોગીક એકમો દ્રારા રજૂઆતો કરવામા આવી છે, પરંતુ હજુ સુધી આ સમસ્યાનુ કોઈ નિરાકરણ આવ્યુ નથી. ત્યારે વનાણા ઔધોગીક એસોસિએશન ખાતે ગાંધીનગર જીઆઈડીસી કચેરીના એક ડેલીગેશનને મુલાકાત લીધી હતી. આ ડેલીગેશન સાથે એસોસિએશનના પ્રમુખ દિલીપ સુંડાવદરા તથા અન્ય હોદ્દેદારોએ મીંટીગ કરી અને ઉદ્યોગકારોના પડતર પ્રશ્નો અંગેની રજૂઆત કરવામા આવી હતી.

વનાણા ઔધોગીક એસોસિએશન દ્રારા રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે, વનાણા ઔદ્યોગીક વસાહત પોરબંદર શહેરથી 9 કીલોમીટર દુર આવેલ છે અને નિગમ દ્વારા અમારી વસાહતને પુર્ણ વિકસીત વસાહત જાહેર કરેલ છે. જેથી અમારી વસાહતમાં ખુબજ મોટા ઔદ્યોગીક એકમો કાર્યરત છે. વનાણા જીઆઈડીસી વસાહતમાં ગુજરાત ઔદ્યોગીક નિતિ-2020 અંતર્ગત એ.આઈ.આઈ યોજના હેઠળ આંતર માળખાકીય સુવિધાનાં કામો કરાવવા માંગીએ છીએ પરંતુ પ્રાથમિક સુવિધા સમાન પાણી અને વિજળીના પ્રશ્રોને કારણે આ કામો થઈ શકતા નથી. વનાણા જીઆઈડીસી વસાહતમાં પાયાની પ્રાથમિક જરૂરીયાતો જેવી કે પીવાનું પાણી તેમજ થ્રી ફેઈસ પાવર અંગેની રજુઆતનું નિરાકરણ આવે તે બાબતે જીઆઈડીસી દ્રારા યોગ્ય કાર્યવાહી કરવામા આવે તે અંગે રજૂઆત કરવામાં આવી છે.

પીવાના પાણીની સમસ્યા
વનાણા ઔદ્યોગીક વસાહતનાં ઉદ્યોગકારોને પીવાનું પાણી જે પાયાની મુળભુત જરૂરીયાત કહી શકાય તે પણ હજુ સુધી ઉપલબ્ધ નથી થઈ. વનાણા ઔધોગીક એસોસિએશન દ્રારા આ બાબતે અનેક વખત અલગ-અલગ વિભાગો અને કચેરીઓમા રજુઆતો કરવામા આવી છે, પરંતુ હજુ સુઘી આ બાબતે કોઈ નિરાકરણ આવ્યુ નથી.

થ્રી ફેઈસ પાવરની સમસ્યા
વનાણા જીઆઈડીસીના ઔધોગીક એકમોની સૌથી મોટી સમસ્યા પાવર સપ્લાયની છે. જીઆઈડીસી વિસ્તારમા થ્રી ફેઈસ પાવર આવક-જાવક થવાના કારણે એકમોને ભારે મુશીબતનો સામનો કરવો પડે છે. પાવરના પ્રશ્રે પણ વારંવાર રજુઆતો કરવામા આવી છે, પરંતુ હજુ સુધી આ પ્રશ્નોનું પણ કોઈ નિરાકરણ આવેલ નથી.

અન્ય સમાચારો પણ છે...