ગુજરાત વિધાનસભાની ચુંટણી આગામી સમયમાં યોજાનાર છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની સૂચના મુજબ પોરબંદર વી.જે.મદ્રેસા બોયઝ સ્કુલ દ્વારા "મતદાન જન જાગૃતિ" રેલી યોજવામાં આવી હતી. મતદારોને જાગૃત કરતા સૂત્રો સાથે વિદ્યાર્થીઓ જુદા જુદા વિસ્તારો હરીશ ટોકીઝ, લીમડાચોક, ઠક્કરપ્લોટ, ચુનાભઠ્ઠી વિસ્તાર, શીતલચોક વિસ્તાર વગેરે વિસ્તારોમાં ફરીને મતદાન કરવા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. વી. જે. મદ્રેસાના ઓન સેક્રેટરી ફારૂકભાઈ સૂર્યાના માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપાલ ઇસ્માઇલ મુલતાનીના નેતૃત્વમાં યોજાયેલ આ રેલી માં ધો. ૫ થી ૧૦ના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
"મતદાન આપીએ અને અપાવીએ, લોકશાહી બચાવીએ", "મતદાન આપણી પવિત્ર ફરજ છે", "મતદાતા જાગે, અધિકાર માંગે" વગેરે સૂત્રો સાથે મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી હતી. અને જણાવાયું હતું કે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પોરબંદર વિધાનસભા માટે ૧ ડિસેમ્બરના યોજવાની છે, ત્યારે આપણે સૌ સપથ લઈએ કે, ભારતના બંધારણને સાક્ષી માની સપથ લઉ છું કે, આગામી ગુજરાત વિધાન સભાની સામાન્ય ચુંટણીમાં હુ કોઈપણ ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દૂર રહીને અને કોઈપણ રીતે પ્રલોંભીંત થયા સિવાય, અચૂક મતદાન કરીને લોકશાહીના આ અવસરને ઉજવીશ. તે પ્રકારની જાગૃતિ માઈક દ્વારા ફેલાવવામાં આવી હતી. સ્ટુડન્ટ પોલીસ કેડેટ સહિતવિદ્યાર્થીઓ જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.