કાર્યવાહી:12 પાકિસ્તાની ખલાસીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ પૂર્વે અરબી સમુદ્રમાંથી પાકિસ્તાની બોટને ઝડપી હતી
  • ગેરકાયદેસર ભારતીય જળસીમામાં પ્રવેશનો ગુન્હો નોંધાયો

ભારતીય તટરક્ષક દ્વારા બે દિવસ પૂર્વે અરબી સમુદ્રમાંથી પાકિસ્તાની બોટને ઝડપી લીધી હતી. આ બોટમાં 12 જેટલા ખલાસીઓને ઝડપી લઇને ઓખા ખાતે પૂછપરછ કર્યા બાદ પોરબંદર લાવવામાં આવ્યા હતા. આ ખલાસીઓ સામે નવીબંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ભારતીય તટરક્ષક દ્વારા ઝડપાયેલ અલ્લાહ તવક્કલ નામની પાકિસ્તાની બોટ ઝડપી લીધી હતી.

આ બોટમાં સવાર એલીયાસ મોહીત બુલ્લા, રહેમાન અલી હાજી દીનુમીયા, મોહમ્મદ સલીમ અબ્દુલ સલામ, અખતરઅલી કબીર અહમદ, મોહમદ ઇશાક અબ્દુલ માથુર, નુર કબીર જાફર આલમ, મજીતુર રહેમાન સૈયદ ઉર રહેમાન, મોહમદ ઇસ્માઇલ મોહમદ હુસેન, મોહમદ રફીક મુફાજલ અહમદ, નુર ઉલ હક અકબર અલી, મીજર સમી અને મુજેલ ઉલ્લા નામના શખ્સો સામે ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ અંગે વધુ તપાસ નવીબંદર મરીન પોલીસ સ્ટેશનના PSI કે. આઇ. જાડેજાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...