તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:પોરબંદરના ગોપનાથ પ્લોટ પાસે ગંદકીના ગંજ ખડકાયા

પોરબંદર6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક લોકો અને વાહન ચાલકોને પડતી ભારે હાલાકી

પોરબંદરના ગોપનાથ પ્લોટ પાસે ગંદકીના ગંજ ખડકાતા સ્થાનિકો અને વાહનચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. પોરબંદરમાં જૂની કોર્ટ પાછળ આવેલ ગોપનાથ પ્લોટ નજીકના રસ્તા પાસે છેલ્લા ઘણા દિવસોથી ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે. નિયમિત સફાઈના અભાવે ગંદકી ખદબદી રહી છે.

જેથી મચ્છર અને જીવાતોનો ઉપદ્રવ ફેલાયો છે. તેમજ ગંદકીના કારણે તીવ્ર દુર્ગંધ ફેલાય છે. ગંદકીના ગંજ ખડકાતા કચરો રોડ નજીક ફેલાઈ ગયો છે જેથી આ વિસ્તારમાં સ્થાનિકો તેમજ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ગંદકીના કારણે એક રસ્તો બંધ થયો છે જેથી આ ગલીમાં આવેલ શૌચાલયમા જવા માટે પણ ઉશ્કેલી ઉભી થઇ છે. આથી આ ગંદકીના ખડકલા પર તાકીદે સફાઈ કરાવી નિયમિત સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો