ફોટો પસંદગી પામ્યો:પોરબંદરના ફોટોગ્રાફરે ક્લિક કરેલ ફોટો એશિયાના શ્રેષ્ઠ મેગેઝીનમાં સ્થાન પામ્યો

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારીમાંથી જોતો એક વ્યક્તિનું કુતુહલ દર્શાવતો ફોટો પસંદગી પામ્યો

પોરબંદરના ફોટોગ્રાફરે ક્લિક કરેલ ફોટો એશિયાના શ્રેષ્ઠ મેગેઝીનમાં સ્થાન પામ્યો છે. બારી માંથી જોતો એક વ્યક્તિનું કુતુહલ દર્શાવતો ફોટો પસંદગી પામ્યો છે. પોરબંદરના ફોટોગ્રાફર શ્યામ હરિશભાઈ લાખાણીએ પોરબંદર શહેરમાં એક વ્યક્તિ કે જે બારી માંથી બહાર કુતુહલ રીતે જોતો હતો આ ફોટો ક્લિક કર્યો હતો. આ ફોટો એશિયાના શ્રેષ્ઠ મેગેઝીનમાં સ્થાન પામ્યો છે અને આ મેગેઝીનમાં પ્રસિદ્ધ થયો છે. ઉલ્લેખનીય છેકે શ્યામ લાખાણીએ પાડેલ ફોટા માંથી ગત વર્ષે પણ આ મેગેઝીનમાં એક ફોટો પસંદગી પામતા પ્રસિદ્ધ થયો હતો.

એશિયાના પ્રથમ નંબરના ફોટોગ્રાફી મેગેઝીન પોરબંદરના ફોટોગ્રાફર શ્યામનો પાડેલ ફોટો પ્રસિદ્ધ થતા માત્ર પોરબંદરનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતનું નામ એશિયામાં ગુંજતુ કર્યું છે. બારી - જેવા સિમ્પલ વિષયને શ્યામએ પોતાના કેમેરામાં કેદ કરી દર્શાવ્યો હતો. આ મેગેઝીનમાં ગુજરાત સીવાયના અન્ય રાજયો સહિત દેશ-વિદેશના અન્ય ફોટોગ્રાફરો વચ્ચે શયામએ કલીક કરેલી તસ્વીરને સ્થાન મળ્યું છે.આ મેગઝીનનું સરક્યુલેશન અંદાજે 1,50,000થી પણ વધુ છે.

ફોટોગ્રાફી ક્ષેત્રે અનેક એવોર્ડ મેળવ્યા
શ્યામે 10 વર્ષની ઉંમરે ફોટોગ્રાફી ક્ષેત્રે પહેલી સિદ્ધિઓ મેળવી હતી. વનવિભાગ દ્વારા યોજાયેલી ફોટોગ્રાફી સ્પર્ધામાં તેણે ફલેમિંગોની ગુલાબી ચાદર પથરાય હોય તેવી તસ્વીર કિલક કરીને પ્રથમ ક્રમ સાથેનું ઈનામ મેળવ્યું હતું. ત્યારબાદ અત્યાર સુધીમાં ફોટોગ્રાફી ક્ષેત્રે સ્થાનિકથી માંડીને આંતર રાષ્ટ્રીય એવોર્ડ પણ મેળવી લીધા છે. 2500થી વધુ ફોટોગ્રાફી કરી છે.

અન્ય સમાચારો પણ છે...