તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાજકોટ પિત્ઝાની દુકાનમાં કામ કરતા શખ્સે 1.45 લાખની ચોરી કરી હતી

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં એકમાસ પહેલા થયેલ ચોરીનો ભેદ રાણાવાવ પોલીસે ઉકેલ્યો
  • રિમાન્ડ દરમ્યાન આરોપીએ ચોરી કર્યાની કબુલાત આપી

રાણાવાવ પોલીસે રાણાવાવ માંથી દેશી પિસ્તોલ અને તમંચા સાથે 2 બિહારી શખ્સોને ઝડપી લીધા બાદ રિમાન્ડ દરમ્યાન એક શખ્સે કબૂલાત આપી હતી કે રાજકોટમાં એક પિત્ઝાની દુકાનમાં કામ કરતી વખતે રૂ. 1.45 લાખની ચોરી કરી હતી. ગત તા. 23/12ના રોજ રાણાવાવ પોલીસ સ્ટાફ દ્વારા બે પરપ્રાંતિય બિહારીઓને ફાયર આર્મ્સ હથિયારો પિસ્ટલ તથા દેશી તમંચા (જીવતા કાર્ટીસ સાથે) ઝડપી લીધા બાદ આ ગુન્હાની સઘન તપાસ કરવા માટે રાણાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બલભદ્રસિંહ એસ.ઝાલા તથા સ્ટાફ દ્વારા આ બાબતે વધુ પુરછપરછ કરવા આરોપીઓને રાણાવાવ કોર્ટમાં રજુ કરી આરોપીઓના તા. 30/12 સુધીના રીમાન્ડ મેળવ્યા.

બાદ આ ગુન્હાના કામે આરોપીઓની આગવી ઢબે પુછપરછ કરી ઈ.ગુજકોપ તથા પોકેટકોપની મદદથી પકડાયેલ આરોપી પૈકીના મનીષકુમાર રામદેવસિંગ રહે. બિહાર વાળાએ ગત તા. 21/11/20 ના રોજ રાત્રીના રાજકોટ મુકામે કિશાનપરા ચોકમાં આવેલ યુ.એસ.પીત્ઝા નામની દુકાનમાં કામ કરતો હોય જ્યાં પોતે ડુપ્લીકેટ ચાવીથી તાળુ ખોલીને દુકાનમાં રાખેલ રોકડા રૂપીયા પોણા બે લાખની ચોરી કરેલનુ કબુલાત આપતા રાણાવાવ પોલીસે રાજકોટ એ.ડીવીજન પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ રાજકોટમાં પિત્ઝાની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ રાણાવાવ પોલીસે ઉકેલ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો