પોરબંદર જીલ્લાના ઉંટડા ગામે ગત તા. 28-02-2023 ના રોજ સાંજના સમયે એક યુવાને પોતાની જમીન તે જ ગામના 1 શખ્સને વેંચી હતી. પરંતુ આ શખ્સે પૈસા આપ્યા ન હોય આ આધેડે તેમની પાસે વારંવાર માગવા છતા આપતો ન હોય અને આપવા માંગતો ન હોય આ શખ્સે અન્ય બે શખ્સો સાથે મળીને યુવાનને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઉંટડા ગામે રહેતા ભુપત ગીગાભાઇ વાઘેલા નામના યુવાને પોતાની પડતર જમીન નાથાભાઇ મેપાભાઇને વેચાતી આપી હતી જેના રૂપિયા બાકી હોય અને ભુપતભાઇ દ્વારા આ રૂપિયાની અવાર નવાર માંગણી કરતા નાથાભાઇએ આ રૂપિયા આપવા માંગતા ન હોય જે બાબતનું મનદુ:ખ રાખીને નાથાભાઇ મેપાભાઇ, રમેશ હીરાભાઇ બાઘા તથા જીવા હીરાભાઇ બાઘા નામના 3 શખ્સો ગત તા. 28-02-2023 ના રોજ સાંજના સમયે ભુપતભાઇને ઘરે આવીને તેને મનફાવે તેમ ભુંડી ગાળો કાઢી, તેને રોડ પર ઢસડીને લોખંડના પાઇપ તથા લાકડીઓ વડે હુમલો કરતા ભુપતભાઇને મુંઢ ઇજાઓ કરી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ માધવપુર પોલીસ સ્ટેશનના હે.કો. કે. જે. મેરે હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.