તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:રાણાવાવ પાસે છકડો રીક્ષા પલ્ટી ખાઇ જતા એક પેસેન્જરનું મોત

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અચાનક રીક્ષાના પાછલા વ્હીલનું ટાયર ફાટતા દુર્ઘટના સર્જાઇ

પોરબંદર જિલ્લાના રાણાવાવથી કુતિયાણા તરફ જતા બાયપાસ પાસેના નેશનલ હાઇવે રોડ પરથી પસાર થતી એક છકડો રીક્ષામાં અચાનક પાછળના વ્હીલનું ટાયર ફાટતા રીક્ષા પલ્ટી મારી ગઇ હતી, જેથી રીક્ષામાં સવાર એક પેસેન્જરનું મોત નીપજ્યું છે.

રાણાવાવના સલીમભાઇ અસગરભાઇ કુરેશી પોતાની છકડો રીક્ષા નં.- GJ,03,AZ-5022 માં પેસેન્જર બેસાડીને રાણાવાવ થી કુતિયાણા જતા બાયપાસ રોડ પાસેના નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક છકડો રીક્ષાનું પાછળના વ્હીલનું ટાયર ફાટ્યુ હતુ જેના કારણે રીક્ષા રોડ પર પલ્ટી મારી ગઇ હતી, અને રીક્ષામાં સવાર અજીજભાઇ ઇબ્રાહિમભાઇ નામના પેસેન્જરને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતુ અને રીક્ષામાં સવાર અન્ય બે મુસાફરો ગફારભાઇ મુશારભાઇ કાતીયાર તથા જુસબભાઇને શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી તેમજ રીક્ષા ચાલક સલીમભાઇને પણ ઇજાઓ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો