ઓખા કોસ્ટગાર્ડની કાર્યવાહી:ભારતીય જળસીમામાંથી પેટ્રોલીંગ દરમિયાન પાકિસ્તાની બોટને શંકાસ્પદ હાલતમાં ઝડપાઈ

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાકિસ્તાની બોટ સાથે 7 ક્રુ મેમ્બરને ઝડપી પૂછપરછ હાથ ધરવામાં આવી

ગુજરાતમાં એક તરફ કચ્છના દરિયાકાંઠેથી માદક પદાર્થના બિનવારસી પેકેટ અને પાકિસ્તાની બોટ ઝડપાઈ રહી છે. તેની વચ્ચે આજે ઓખા કોસ્ટગાર્ડ દ્વારા ભારતીય જળસીમામાં ઘૂસી આવેલી વધુ એક પાકિસ્તાની બોટને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી હતી. કોસ્ટગાર્ડે બોટ પર સવાર સાત ક્રુ મેમ્બરને પણ અટકમાં લીધા છે.

ઓખા કોસ્ટગાર્ડની અંરીજય શીપ ભારતીય જળસીમામાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે એક પાકિસ્તાની બોટ શંકાસ્પદ હાલતમાં ઝડપાઈ હતી. કોસ્ટગાર્ડ દ્વારા બોટ પર સવાર સાત ક્રુ મેમ્બર્સને અટકમાં લઈ પૂછપરછ હાથ ધરી છે. અલનોમન નામની આ પાકિસ્તાની બોટ અને તેના પર સવાર ક્રુ મેમ્બર્સને ઓખા કોસ્ટગાર્ડ ખાતે લાવવામાં આવશે.

પાકિસ્તાની ક્રુ મેમ્બર્સને ઓખા પોર્ટ પર લવાયા બાદ અલગ અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા જોઈન્ટ ઈન્ટ્રોગેશન હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...