તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયબર ક્રાઇમ:બેંકના ખાતામાં ફીક્સ ડીપોઝીટ બનાવી નવો સાયબર ફ્રોડ કરવામાં આવતો હતો

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોબાઇલમાં આવેલો ઓટીપી કોઇને આપવાે નહીં : સતર્કતા દાખવવા માંગ

છેલ્લા કેટલાક દિવસોથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જે લોકો ના એકાઉન્ટ છે તેમના મોબાઇલ પર એક મેસેજ આવે છે જેમાં અમુક રકમ ડેબીટ થઇ ગયેલી બતાવે છે અને ત્યારબાદ એક કોલ આવે છે અને બેંક માથી બોલુ છુ એમ કહી હમણા કપાયેલી રકમ નુ ટ્રાંજેકશન આપે કરેલ છે કે નહી ? આપે કાંઇ કરેલુ ના હોવાથી આપ ના કહેશો એટલે " કંઇ વાંધો નહી હુ હમણા એ કપાયેલી રકમ આપના ખાતા માં ફરી જમા કરી આપુ છું " એમ કહી પ્રોસેસ ચાલુ છે અને આપના મોબાઇલ પર આવેલ કોડ આપો અને એ કોડ ના નામે આપની પાસે થી ઓ.ટી.પી મેળવી આપની સાથે સાયબર ફ્રોડ કરે છે તેવું પોલીસને જાણમાં આવતા આ બાબતે સતર્ક રહેવા જણાવ્યું છે.

આ બાબતે પોલીસે તપાસ કરતા છેતરપીંડી કરનાર લોકો કોઇપણ રીતે આપના નેટ બેકીંગ આઇ-ડી અને ખાતા ની ડિટેઇલ મેળવી અને આપના ખાતામાં એક EFD એટલેકે ઇલેકટ્રોનિક ફીક્સ ડીપોઝીટ કે ટર્મ ડીપોઝીટ બનાવે છે જેને લીધે આપને એ રકમ ડેબીટ નો મેસેજ આવે છે. જેથી કોઈ પણ વ્યકતી આવા છેતરપિંડી ના બનાવનો ભોગ ના બને તે માટે કોઇ પણ પ્રકાર ની માહિતી આપવી નહી.

પોરબંદર પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તી આવા બનાવ નો ભોગ બને તો તુરંતજ જે-તે બેંક અને પોલીસ ને તાત્કાલીક જાણ કરવી. તેમજ આ ધટના સંદર્ભે કોઇ પણ પ્રકાર ની માહિતી આપવી નહી. ઓ.ટી.પી. આપવો નહી.ઉપરાંત પોતાનું બેંક એકાઉન્ટ જે બ્રાન્ચ માં હોય તે સંબંધિત બ્રાન્ચ ને લેખીત રજુઆત પણ કરવી તેવું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો