ગત તા. 26/8/ 2022 ના રોજ દિનેશ નટવરભાઈ રાઠોડે કોલવણા તા. આમોદ જી. ભરૂચ વાળાએ આમોદ પોલીસ સ્ટેશનમાં તેમની પત્ની પાર્વતી અને તેમના બે સંતાનો સાથે ગુમ થયાની અરજી આપી હતી. જેથી આમોદ પોલીસે ટેકનીકલ સર્વે દ્વારા જાણકારી મેળવેલ કે આ પરણિતા બન્ને બાળકો સાથે પોરબંદર જિલ્લામાં છે અને તેમનું લોકેશન બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જણાતા, બગવદર પોલીસને જાણ કરાતા પોલીસ જવાન એલ.ડી સિસોદિયા તેમજ દુલાભાઈ ઓડેદરાને બાતમી મળેલ કે આ પરણિતા તેમના બે બાળકો સાથે તેમના પ્રેમી દિલીપ મંગળભાઈ તળાવીયા મૂળ મેઘલોઈ ગામ તાલુકો કરજણ જીલ્લો વડોદરા વાળા સાથે પારાવાડા ગામની સીમમાં મજુરી કામ કરે છે.
જેથી બગવદર પોલીસ આ પરણિતાને તેમના બે બાળકો તથા દિલીપને બગવદર પોલીસ સ્ટેશને હાજર કરી આમોદ પોલીસને જાણ કરતા, આમોદ પોલીસ બગવદર પોલીસ સ્ટેશને આવેલ અને પરણિતાનું નિવેદન લેતા આ પરણિતા તેના પ્રેમી દિલીપ સાથે કાયમી રહેવા માંગતા હોય જેથી આમોદ પોલીસ દ્વારા આ પરણિતાનું નિવેદન લઈ આમોદ રવાના થયા હતા.
પરણીતા નો પ્રેમી અગાઉ ત્રણ યુવતીને ભગાડી ગયો હતો
આમોદ પોલીસે જણાવેલકે, આ પરણિતાનો પ્રેમી દિલીપ તળાવીયા અગાઉ એક પછી એક ત્રણ યુવતીઓને ભગાડી ચૂકેલ છે જેની નોંધ આમોદ પોલીસ મથકમાં નોંધાયેલ છે. અને આ પાર્વતી નામની પરણિતા તેમના જીવનમાં ચોથી આવેલ છે. જોકે પાર્વતીને આ બાબતથી વાકેફ કરવા છતાં આ પાર્વતી તેના પ્રેમી દિલીપ સાથે રહેવા માંગતી હોય જેથી આમોદ પોલીસે આ પરિણીતાનું નિવેદન લઈ બગવદર પોલીસમાં એન્ટ્રી કરાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.