સુખદ મિલન:પશ્ચિમ બગાળથી નજીવી બાબતે બાળક ટ્રેનમાં ચડી જતાં પોરબંદર આવી પહોંચ્યું

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે 4 દિવસ રાખવામાં આવ્યો, માતા સાથે સુખદ મિલન કરાવાયું

બનાવની વિગત એવી છેકે, પશ્ચિમ બંગાળના ખડકપુર ગામે રહેતો રચિત ચંદ્રમોહન ભલ્લા નામનો 12 વર્ષનો બાળક તેની માતા બોનીકા બેન સાથે સ્ટેશનરીની દુકાને ગયો હતો અને તેની માતાએ જરૂર મુજબની 50 પાનાંની નોટબુક ખરીદી હતી પરંતુ બાળકને 200 પાનાની નોટબુક ખરીદવી હતી જે ના પાડતા બાળકને લાગી આવતા માતાની નજર ચૂકવી બાળક રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો અને બાદ ટ્રેનમાં બેસી પશ્ચિમ બંગાળથી પોરબંદર રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યો હતો.

બાળક ગભરાઈ ગયેલ હોય જેથી રેલવે પોલીસે બાળકને સાંભળી અને ચાઈલ્ડ વેલ્ફર કમિટીના ચેરમેન અતુલ બાપોદરાને જાણ કરતા તેઓની ટીમે બાળકને સાંદિપની હરિમંદિર નજીક આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંકુલ ખાતે લાવ્યા હતા. જ્યા આ ટીમ દ્વારા બાળકનું કાઉન્સેલિંગ કરી બાળક પાસેથી તેના માતાના મોબાઈલ નંબર મેળવ્યા હતા અને તેની માતાને જાણ કરી હતી.

બાળકની માતાએ બાળકના ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેથી બાળકને લેવા તેની માતા સાથે પોલીસ જવાન પણ આવ્યો હતો. બાળકની માતાએ જણાવ્યું હતુંકે, તેનો બાળક રચિત ખૂબ જિદ્દી સ્વભાવનો છે જેથી નજીવી બાબતે જીદ કરીને ટ્રેનમાં બેસી ગયો હતો. આમ ચાઈલ્ડ વેલફેર કમિટી દ્વારા બાળકનું ખાસ ધ્યાન રાખી આ બાળકનું તેની માતા સાથે મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...