ભદ્રકાલી ફાટક નજીકનો બનાવ:ચાલુ ટ્રેને ચડવા જતા આધેડનું કમકમાટી ભર્યું મોત થયું

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેન નીચે આવી જતા આધેડના શરીરના બે ભાગ થયા

પોરબંદરના ભદ્રકાલી ફાટક નજીક ટ્રેન સન્ટિંગ માટે આવી હતી તે દરમ્યાન એક આધેડ ચાલુ ટ્રેને ડબ્બામાં ચડવા જતા અકસ્માતે પડી જતા આ આધેડનું કમકમાટીભર્યા મોત નીપજ્યું હતું. પોરબંદરના નવા કુંભારવાળા શેરી નં. 27મા રહેતા દિલીપભાઈ મનહરભાઈ ગોસ્વામી નામના 52 વર્ષીય આધેડ ગઈકાલે રવિવારે માધાની ઘંટી થી ભદ્રકાલી ફાટક પાસે હતા તે દરમ્યાન રાત્રીના સમયે અંદાજે 8 વાગ્યે એક ટ્રેન સન્ટિંગ માટે આ ફાટક પર આવી હતી.

ચાલુ ટ્રેને આ આધેડ ડબ્બામાં ચડવા જતા તેનો પગ લપસી જતા આધેડ ટ્રેનના ફાટકમાં અકસ્માતે પડી હતા ટ્રેન નીચે આવી જતા આ આધેડનું ધડ અને માથું કપાઈ જતા ઘટના સ્થળે જ આ આધેડનું કમકમાટીભર્યા મોત થયું હતું. આ બનાવ બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બનાવને પગલે આધેડના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...