વેક્સિનેશન:જિલ્લામાં 100 કેન્દ્ર ખાતે મેગા વેક્સિનેશન ડ્રાઈવ યોજાશે

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેમ્પમાં 60 વર્ષથી વધુ વયના લોકોએ પ્રિકોશન ડોઝ લઇ લેવો
  • 22 મે ના રોજ આરોગ્ય કેન્દ્ર પર નાગરિકોને વેક્સિન લેવા અપીલ

તા. 22 મેના રોજ જિલ્લામાં 100 કેન્દ્ર ખાતે મેગા વેક્સીનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વેકશીનના ડોઝ લઈ લેવા લોકોને અપીલ કરાઈ છે. તંત્ર દ્વારા મેગા વેક્સિનેશન ડ્રાઇવને લઇ તૈયારીઓ ચાલી રહી છે. પોરબંદર જિલ્લામાં કોવિડ વેકશીનેશન અંતર્ગત તા. 22/5 ને રવિવારે જિલ્લામાં 100 જેટલા સ્થળેઓ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

પોરબંદર જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.બી. કરમટાએ જણાવ્યું હતુંકે, જિલ્લામાં હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60થી વધુ વય જૂથના કોવિડ વેકશીનના પ્રિકોશન ડોઝના લાભાર્થીઓએ મેગા કોવિડ વેકશીન કેમ્પમાં જઈને ડોઝ લેવા અપીલ કરી છે.

વધુમાં જણાવ્યું હતુંકે જે 12 થી 17 વર્ષના બાળકો, તરૂણો, 18થી 60 વર્ષના વ્યક્તિઓ કે જેઓનો પહેલો અથવા બીજો વેકશીનનો ડોઝ લેવાનો બાકી હોય અથવા 60 વર્ષથી વધુ વયના લોકોનો વેકશીનનો પ્રિકોશન ડોઝ લેવાનો બાકી હોય તેવા નાગરિકોએ આ કેમ્પમાં ડોઝ લઈ લેવો. નાગરિકો પોતાના નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી કોવિડ વેકશીનનો ડોઝ લઈને સુરક્ષિત થવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...