દર્દીઓએ કેમ્પનો લાભ લીધો:ખારવાવાડ સાગર ભુવન ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહોળી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો

પોરબંદરમાં સમસ્ત ખારવા સમાજ પોરબંદર, હીરાલાલ, રણછોડભાઈ તથા પવનભાઈ શિયાળના આર્થિક સહયોગથી સ્વ. જમનાબેન ગગનભાઈ શિયાળની સ્મૃતિમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના નારાયણા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના તબીબો સહિતના 21 થી વધુ તબીબોએ ફરજ બજાવી હતી. આ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે તપાસ, 5 દિવસની દવા, જરૂરિયાતમંદ દર્દીઓને સોનોગ્રાફી, એકસરે, સિટીસ્કેન, લેબોરેટરી, કાર્ડીઓગ્રામ કરી આપવામાં આવ્યા હતા.

આ કેમ્પમાં કાર્ડીઓલોજિસ્ટ, હ્રદય રોગ, બાયપાસ સર્જરી, યુરોલોજિસ્ટ, મગજ, મણકા કરોડરજ્જુના નિષ્ણાંત તબીબ ઉપરાંત જોઇન્ટ રિપ્લેશમેન્ટ સર્જન સહિત વિવિધ રોગના નિષ્ણાંત તબીબોએ મોટી સંખ્યામાં દર્દીઓને તપાસ કરી નિદાન કર્યું હતું. આ કેમ્પ ખાતે અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોએ સેવા બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...