બેઠક:પોરબંદરના માછીમારોના પડતર પ્રશ્નો અંગે પ્રભારી મંત્રી સાથે બેઠક યોજાઇ

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માછીમારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખાતરી અપાઈ, સીએમએ રૂ. 61 કરોડ મંજુર કર્યા

પોરબંદર માછીમાર બોટ એસોસીએશન, જિલ્લા માછીમાર મહામંડળ, જિલ્લા માછીમાર સેલ દ્વારા માછીમારો ના વિવિધ પ્રશ્નો અંગે ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા ને લેખિત માં રજુ કરવામાં આવતા ધારાસભ્ય, સંસદ રમેશભાઈ ધડુક દ્વારા આગેવાનોને સાથે રાખી ગાંધીનગર ખાતે પ્રભારી મંત્રી રાઘવજી પટેલ, ફિશરીઝ અને જીએમબી ના અધિકારીઓ સાથે બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ખારવા સમાજ ના વાણોટ પવનભાઇ શિયાળ, બોટ એસોસીએશન ના પ્રમુખ મુકેશભાઇ પાંજરી અને સમાજના અન્ય આગેવાનો આ બેઠકમાં જોડાયા હતા જેમાં મહત્વના પ્રશ્નોમાં બંદર ફેઝ 2 ઉપરાંત,માપલાવાળીમાં ડ્રેજીંગ, બારાના મુખમાં ડ્રેજીંગ કરાવવા, તૂટેલી જેટી નું સમારકામ કરાવવા, લકડી બંદર ખાડી ની જગ્યા પહોળી કરવા, મિયાણી બંદર ખાતે પણ ડ્રેજીંગ કરવા સહિતના પ્રશ્નો ની રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત નાની હોડી માં પેટ્રોલ થી ચાલતા એન્જીન ની સરકાર દ્વારા ભલામણ કરાઈ છે જેથી પેટ્રોલ પર સબસીડી મળે તેવી વ્યવસ્થા કરવા સહિતની માંગ કરાઈ હતી જેમાં માછીમારો ના પડતર પ્રશ્નો ના નિરાકરણ ની ખાતરી આપવામાં આવી હતી અને નવું બંદર બનાવવા સહિતના બાકી રહેલા કામો તાત્કાલિક પૂરા કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ મુખ્યમંત્રી ને મળતા તેઓએ વિવિધ કામો માટે રૂ. 61 કરોડ મંજુર કર્યા હોવાનું જણાવ્યું હતું.

આ બેઠકમાં FRP OMB હોડીઓ ને કેરોસીન અને પેટ્રોલ ઉપર મળતી સહાય વિષે પણ રજુઆતો કરવામા આવેલ હતી, તેમા મત્સ્યોઘોગ મંત્રી તેમજ ફીશરીઝ કમિશ્નર દ્વારા ખાત્રી આપવામા આવેલ હતી કે નાની હોડીઓ ને જે 25 ટકા કેરોસીન અને પેટ્રોલ ઉપર સહાય આપવામા આવે છે તેને માછીમારોના હિતને ધ્યાનમા લઈ 50 ટકા કરી આપવાની ખાત્રી આપેલ હતી. સાથે-સાથે ગુજરાત રાજ્યના માછીમારોના આગેવાનો સાથે વાત-ચીત કરી ને માછીમારી સીઝન 1 ઓગષ્ટ થી ચાલુ કરવા માટેની પણ ખાત્રી આપવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...