આયોજન:ગોઢાણીયા કોલેજ ખાતે જિલ્લાકક્ષાએ મેનેજમેન્ટ કાર્નીવલનું આયોજન કરાયું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીબીએ વિભાગ દ્વારા આયોજન થતા 700 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા

પોરબંદરની ડો. વી.આર. ગોઢાણીયા કોલેજના બીબીએ ડિપાર્ટમેન્ટ દ્વારા જિલ્લાકક્ષાએ મેનેજમેન્ટ કાર્નીવલનું આયોજન કરવામાં આવેલ છે. આ મેનેજમેન્ટ કાર્નીવલમાં પોરબંદર જિલ્લાની તમામ શાળા અને કોલેજના આશરે 700 જેટલા વિદ્યાર્થીઓએ રંગોળી, ડાન્સ, ગીત, ફૂડ વિધાઉટ ફાયર જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે જેમાં વિજેતાઓને ઈનામ તથા ભાગ લેનાર દરેકને સર્ટિ આપવામાં આવશે.

બીબીએના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ કેમ્પસમાં વિવિધ પ્રકારના સ્ટોલ ગોઠવવામાં આવેલ છે. જેમાં લર્નિંગ સાથે અર્નિંગ કરીને મેનેજમેન્ટના સિદ્ધાંતોનું પ્રેક્ટીકલ જ્ઞાન મેળવશે. ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઇ ગોરાણીયાના હસ્તે કાર્નીવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્નીવલનું આયોજન બીબીએના ડિરેક્ટર ચિત્રા જુંગીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...