તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કારમાં 16 ઘેટાને ખીચોખીચ ભરી લઈ જતો શખ્સ ઝડપાયો

બગવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 ઘેટાના મોત થયા, 14 ને બચાવી લેવાયા, કાર કબ્જે કરી પોલીસે ગુનો નોંધ્યો

પોરબંદર જિલ્લામાં તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી યોગ્ય રીતે થાય તે અંગે કામગીરી કરવા એસઓજી પીએસઆઇ એચ.સી.ગોહિલ તથા સ્ટાફ બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે મહેર શકિત સેનાના કાર્યકર જીવાભાઇ રાતડીયા તથા ભીમાભાઇ વિસાભાઇ રાતીયાની મદદથી રીણાવાડા ગામના સ્મશાન પાસેથી એક કાર GJ-03-DD-4630 ને રોકી હતી અને તપાસ કરતા બ્રાન્ચ સ્કુલ પાછળ લાતીબજાર શીતલાચોકમાં રહેતો યુનુસ હાજીમહમદ હુસેન નામના શખ્સે કોઇપણ જાતના આધાર કે પરમીટ વગર પશુજીવ ઘેટા બચ્ચા નંગ-16 ને કારમાં ખોરાકપાણીની વ્યવસ્થા વગર તેમજ ખીચોખીચ ભરી એકબીજાના શ્વાસ રૂંધાય જાય તે રીતે ઘાતકીપણુ દાખવતા મળી આવ્યા હતા અને ઘેટા બચ્ચા જીવ નંગ 2 ના મોત થયેલ હતા.

આ ઘેટા પશુઓને એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઇ જવા કારનો ઉપયોગ કરતા ઘેટા અને કાર કબ્જે કરી હતી. 14 ઘેટા જીવને બચાવી આ આરોપી વિરૂધ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણુ દાખવવાના કાયદા હેઠળની કલમ તથા અન્ય કલમ મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કારમાં ખીચોખીચ મળી આવેલ 14 ઘેટા પશુને હાલ જીવદયા પ્રેમી તેમજ મહેર શકિત સેનાના કાર્યકર જીવાભાઇ રાતડીયા, ભીમાભાઇ રાતીયા તથા ઉમેશ ભરડવાને સાર સંભાળ માટે સોંપેલ છે.

અન્ય સમાચારો પણ છે...