તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પોરબંદરમાં કોરોનાની દવાની કાળી બજાર કરતો શખ્સ ઝડપાયો

પોરબંદર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફેબીફલ્યુ ગોળીની અછત છતાં 400 ગોળીનો સંઘરો કરીને રાખ્યો હતો

પોરબંદરમાં કોરોના વાયરસની બીજી સુનામી વખતે કોરોનાથી ગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી રહી છે, લોકોને સારવાર માટે દવા મળી રહી નથી ત્યારે આવી 400 ગોળીનો સંઘરો કરી દર્દીઓ પાસેથી ડબલ પૈસા મેળવી કાલી બજાર કરતો હતો, જે અંગેની જાણ પોલીસને થતા પોલીસે છટકું ગોઠવી આ શખ્સને આવી 400 ગોળીના જથ્થા સાથે ઝડપી લીધો હતો.

પોરબંદરના છાયા નવપણા વિસ્તારમાં રહેતા કરણગીરી ભૂપતગીરી ગોસ્વામીએ કોરોનાની સારવારમાં વપરાતી ફેબીફલુ ગોળી કે જેની હાલ પોરબંદરમાં અછત વર્તાઈ રહી છે, અને અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓ આ ગોળી મેળવવા વલખા મારી રહયા છે, ત્યારે તેવી 400 ગોળીનો જથ્થો સંગ્રહ કરીને રાખ્યો હતો. તેમજ આવી ગોળી વેચવા કે રાખવા અંગેનું કોઇ લાયસન્સ ઘરાવતો ન હોવા છતાં બજારમાં એમ.આર.પી. રૂ 1224 હોવા છતાં આ ટેબ્લેટ ગ્રાહકને રૂા.2700 માં આપવાનું જણાવી ગેરકાયદેસર વેચાણ કરતા રંગેહાથ છટકા દરમ્યાન ફેબીફલુ ટેબ્લેટ નંગ-17 કિ.રૂા. 1224 સાથે મોબાઈલ ફોન એક કિ.રૂા.3000 મળી કુલ રૂા.4,224ના મુદામાલ સાથે મળી આવતા પોલીસે તેને ઝડપી લઇકાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો