ભિક્ષુકને માર માર્યો:પોરબંદરમાં સ્મશાનભૂમિ પાસે ભીક્ષાવૃતિ કરતા આધેડ પર શખ્સનો હુમલો

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરના શખ્સે ભિક્ષુક પાસે રૂપિયા માંગી માર માર્યો
  • રૂ. 30 માંગ્યા ભિક્ષુક પાસે રૂ. 20 હોવાથી શખ્સે માર માર્યાની ફરિયાદ

પોરબંદરના સ્મશાનભૂમિ પાસે એક શખ્સે ભિક્ષુક પાસે રૂ. 30 માંગ્યા હતા અને ભિક્ષુક પાસે રૂ. 20 હતા જેથી ઉશ્કેરાઈ જઈને શખ્સે ભિક્ષુકને માર માર્યા અંગેની ફરિયાદ નોંધાઈ છે. મૂળ હૈદરાબાદ અને હાલ પોરબંદરના ઈન્દ્રેશ્વર મંદિર ખાતે રહેતા અને ભિક્ષાવૃત્તિ કરતા નાગરાજ સતીયા સીઠગળ નામના આધેડ ભિક્ષુક સ્મશાનભૂમિના ઓટલા પાસે બેઠા હતા તે દરમ્યાન એક સંજય નામનો શખ્સ આવ્યો હતો અને ભિક્ષુક પાસેથી ઉછીના 30 રૂપિયા માંગ્યા હતા.

ભિક્ષુક પાસે 20 રૂપિયા જ હોવાનું શખ્સને કહેતા આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને ભિક્ષુકને ગાળો કાઢી લાકડા વડે માથામાં માર મારી દેતા ભિક્ષુકને માથામાં ઈંજા પહોંચી હતી. આ ભિક્ષુકને સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ભિક્ષુકે ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય નામના શખ્સ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...