તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરતીકંપ:બરડા પંથકમાં 3.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકાદ માસથી વારંવાર આંચકાથી સ્થાનિકો ભયભીત
  • કેન્દ્ર બિંદુ લાલપુર નજીક હોવાનું સામે આવ્યું

પોરબંદરના બરડા પંથકમાં 3.5 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બરડા પંથકમાં વારંવાર આંચકાઓ અનુભવાય છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારનાં લોકો ભયભીય બન્યા છે. પોરબંદરના બરડા પંથકમાં સવારે 10: 30 કલાક આસપાસ અચાનક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં સીમર, ફટાણા, રોજીવાડા, સોઢાણા, અડવાણા, મજીવાણા સહિતના ગામોમાં ભૂકંપના આંચકાની અનુભૂતિ થતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ આંચકો 3.5ની તિવ્રતાનો હોવાનું જાણવા મળ્યું હતું અને તેનું કેન્દ્ર બિંદુ લાલપુર નજીક હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છેકે બરડા પંથકના ગામોમાં છેલ્લા એકાદ માસથી વારંવાર આંચકાઓ અનુભવાય છે. જેથી સ્થાનિકો ભયભીત બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો