ગોપનાથ પ્લોટ સામે ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે જેથી સ્થાનિકો અને વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદરમાં જૂની કોર્ટ કંપાઉન્ડ પાછળ ગોપનાથ પ્લોટ નજીક ગટર છલકાઈ રહી છે. આ સમસ્યા લાંબા સમયથી જોવા મળે છે. આ વિસ્તારમાં રહેણાંક મકાન તેમજ દુકાનો આવેલ છે.
વણાંકથી મુખ્ય બજાર તરફ જવાના 2 રસ્તા પડે છે જેથી આ વિસ્તાર વાહન ચાલકો અને રાહદારીઓથી ધબકતો રહે છે. આ વિસ્તારમાં મેન્યુઅલ ગટર છલકાવાની સમસ્યા સર્જાઈ છે. અને ગટર ઉભરાતા ક્યારેક ગંદુ પાણી રસ્તા સુધી ફેલાઈ છે. ગટર ઉભરાઈ જવાથી તીવ્ર દુર્ગંધ અને મચ્છરો નો ઉપદ્રવ ફેલાઈ છે જેથી આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ તેમજ વેપારીઓને ભારે મુશ્કેલી પડે છે. જેથી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.