રોગચાળો:સિવીલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર, મોટાભાગના ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના શંકાસ્પદ લક્ષણો વાળા કેસ સામે આવ્યા

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોરબંદર સિવીલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો લાગી હતી. - Divya Bhaskar
પોરબંદર સિવીલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો લાગી હતી.

સિવીલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળે છે. મોટાભાગના ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના શંકાસ્પદ લક્ષણો વાળા દર્દીઓ નોંધાઇ રહ્યા છે. પોરબંદરમાં મચ્છર જન્ય રોગના દર્દીઓ નોંધાઇ રહ્યા છે. ખાસ કરીને ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો પણ વધ્યા છે અને તેમાં પણ આ વખતે ચિકનગુનિયાના દર્દીઓનો વધારો નોંધાયો છે. ત્યારે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સોમવારે સવારે દર્દીઓની ભીડ જામી હતી. ડોકટર રૂમ તથા દવાબારી અને કેસબારી ખાતે દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ હતી. હોસ્પિટલના તબીબે જણાવ્યું હતુંકે, હાલ આ સમય દરમ્યાન મોટાભાગના દર્દીઓને સાંધાના દુઃખાવાની ફરિયાદ રહે છે.

દર્દીઓની કતારમાં મોટાભાગના દર્દીઓ સાંધાના દુખાવાથી પીડાઇ છે. આવા લક્ષણો ચિકનગુનિયા ના હોય છે જેથી આવા લક્ષણો ધરાવતા દર્દીઓના બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. ડેન્ગ્યુ કરતા ચિકનગુનિયા ના કેસ વધુ નોંધાઈ રહ્યા છે. આ રોગ મચ્છરજન્ય રોગ હોય જેથી લોકોએ પાણીના પાત્રોની નિયમિત સફાઈ રાખવી જોઈએ તેમજ બહારનો ખોરાક, ઠંડાપીણા લેવાને બદલે ઘરે બનાવેલ સુપાચ્ય ખોરાક ખાવો જોઈએ તેમજ પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ તેવી સલાહ હોસ્પિટલના તબીબે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...