લોક દરબાર:પોરબંદરમાં વ્યાજખોરોના ત્રાસ સામે રક્ષણ આપવા લોક દરબાર યોજાયો

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર પોલીસ દ્વારા મચ્છીમાર બોટ એસોસિએશન ખાતે ખારવા સમાજના લોકોને વ્યાજખોરોના ત્રાસ સામે રક્ષણ આપવા અંગે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસવડા ડોક્ટર રવિ મોહન સૈનિકની ઉપસ્થિતિમાં આ સમગ્ર લોક દરબાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જરૂરિયાતમંદ લોકો વ્યાજખોરોના ત્રાસમાં સપડાઈ અને મહામુશ્કેલીમાં મુકાઈ જાય તેવી પરિસ્થિતિમાંથી આવા જરૂરિયાતમંદ લોકોને બહાર કાઢવા પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા એડીચોટી નું જોર લગાવવામાં આવી રહ્યું છે જેના ભાગ સ્વરૂપે પોરબંદર માછીમાર બોટ એસોસિએશન ખાતે લોક દરબાર નો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખારવા સમાજના પ્રમુખ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લોકોને વ્યાજખોરોના ત્રાસ સામે કઈ રીતે રક્ષણ મેળવવું તેમના વિશે વિસ્તૃતમાં માર્ગદર્શન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...