ધાર્મિક:શીંગડા ગામે પૌરાણિક સિંગેશ્વર મહાદેવના મંદિરે દીપ પ્રજ્વલિત

બગવદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન કૃષ્ણ મથુરાથી દ્વારકા જતી વખતે અહિં શ્રૃંગી ઋષિના આશ્રમે વિશ્રામ કર્યો હતો

શીંગડા ગામનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા છે શાસ્ત્રોના જણાવ્યા મુજબ અહીં હજારો વર્ષ પૂર્વે શૃંગી ઋષિ કમંડળ નદીના કાંઠે તપ કરતા હતા અને ભગવાન શ્રીકૃષ્ણ મથુરાથી દ્વારકા જતી વખતે અહીં શૃંગી ઋષિ ના આશ્રમે વિશ્રામ કરેલો અને હાલ જે શિવાલય છે. તેમનું ભગવાન શ્રીકૃષ્ણએ પૂજન કરેલું જેથી આ મંદિર ખૂબ જ પૌરાણિક છે અને અહીં વિશ્રામ દ્વારિકાધીશનું વિશાળ મંદિર આવેલ છે જે ગોપાલજી મંદિર તરીકે પ્રખ્યાત છે. સિંગેશ્વર મહાદેવની કે તે ખૂબ જ પૌરાણિક છે

અહીં વર્ષો પહેલા ડોસા બાપા મોઢા અને બોઘા બાપા જોશી દ્વારા શિંગડા ગામમાંથી એક કિલો ઘી લઈ સિંગેશ્વર મહાદેવના મંદિરમાં દીપ પ્રાગટ્ય કરેલ જે દીપ આજે પણ પ્રજ્વલિત છે અને શીંગડા ગામના ગ્રામજનો તેમજ આજુબાજુના વાડી વિસ્તારના ખેડૂતો આ અખંડ જ્યોતમાં અવિરત દિવેલ પૂરું પાડે છે અને શુદ્ધ ઘી થી આ જ્યોત અત્યારે મંદિરમાં ચાલુ છે.

અહીં બરડાઈ બ્રહ્મ સમાજના ડોસા બાપા મોઢા પરિવારની ચોથી પેઢી સિગેશ્વર મહાદેવની નિસ્વાર્થ સેવા પૂજા કરે છે અહીં મંદિરે ભક્તજનો દ્વારા ફળો ધરાવવામાં આવે છે તે ગાયોને ખવડાવવામાં આવે છે અને અનાજ ધરાવે તે પક્ષીઓને ચણ આપવામાં આવે છે જેથી આ મોઢા પરિવાર નિસ્વાર્થ સેવા પૂજા કરે છે. અહીં શ્રાવણ મહિનામાં સિંગેશ્વર મહાદેવને ચાંદીનું મોહરું પહેરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...