દુર્ઘટના:કિંદરખેડામાં વીજળી પડતાં શ્રમિક પરિણીતાનું થયું મોત

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

કિંદરખેડા ગામે ઝૂપડામાં વીજળી પડતાં પરણિતાનું મોત થયું છે જ્યારે 2 ને સામાન્ય ઈજા પહોંચી છે.પોરબંદરમાં ગઇકાલે શનિવારે સાંજે ગાજ વીજ સાથે વરસાદ પડ્યો હતો. દરમ્યાન પોરબંદર તાલુકાના કિંદરખેડા ગામે વીજળી ત્રાટકી હતી.

મૂળ મધ્યપ્રદેશના અને હાલ કિંદરખેડા ગામે મજૂરી કરવા આવેલ એક પરિવારના અનિતાબેન ભેરોલાલ બર્ડે નામની 20 વર્ષીય પરણિતા તથા પરિવાર જનો તેની ઝૂંપડી માં હતા તે દરમ્યાન વીજળી પડી હતી. અનીતાબેન પર વીજળી પડતાં તેણીનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પરિવારના 2 સભ્યને વીજળી પડતાં ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ તેઓને રજા આપવામાં આવી હતી. પરણીતાનું મોત થતા તેમના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...