રજૂઆત:મોઢા કોલેજ સામેની નગર પાલિકા હસ્તકની જગ્યામાં ઝાડી ઝાંખરા અને ગંદકીનું સામ્રાજ્ય

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ સ્વિમિંગ પુલ બનાવવાનો પ્લાન હતો જે કેન્સલ થયો, આ જગ્યા પર બગીચો અથવા અન્ય વિકાસના કામ કરવા રજૂઆત કરાઇ

મોઢા કોલેજ સામેની પાલિકા હસ્તકની જગ્યામાં ઝાડી ઝાંખરા અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. અગાઉ સ્વિમિંગ પુલ બનવાનો પ્લાન હતો જે કેન્સલ થયો હતો. આ જગ્યા પર બગીચો અથવા અન્ય વિકાસના કામ કરવામાં આવે તેવી વધુ એક વખત માંગ ઉઠી છે.

પોરબંદરમાં ભગવાન પરશુરામ માર્ગ પર આવેલ મોઢા કોલેજ સામે પાલિકા હસ્તકની વિશાળ જગ્યા આવેલ છે. આ જગ્યા પર હાલ ઝાડી ઝાંખરા અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. આ જગ્યા પર ડુક્કર સહિતના પશુઓ નો ત્રાસ છે. ગંદકીના કારણે મચ્છર અને જીવાતોનો ઉપદ્રવ વધે છે.

સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે છે. સાપ સહિતના જીવો પણ આ જગ્યામાંથી પસાર થાય છે. ઉલ્લેખનીય છેકે, અગાઉ આ જગ્યા પર સ્વિમિંગ પુલ બનાવવાનો પ્લાન કરવામાં આવ્યો હતો પરંતુ આ પ્લાન રદ કરવામાં આવ્યા બાદ આ જગ્યામાં બગીચો બનાવવાનું આયોજન કરવામાં આવશે તેવું પાલિકા તંત્રએ જણાવ્યું હતું.

આમછતાં લાંબા સમયથી આ જગ્યા માં કોઈ વિકસિત કામગીરી કરવામાં ન આવતા આ વિશાળ જગ્યામાં ગંદકી અને ઝાડી ઝાંખરા નજરે ચડે છે. આથી તંત્ર દ્વારા આ વિશાળ જગ્યા પર બગીચો અથવા અન્ય વિકાસ કામગીરી કરવામાં આવે તેવી વધુ એક વખત શિવ શક્તિ ગ્રુપ દ્વારા માંગ કરી રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...