કેન્દ્ર સરકારે વનાણા ખાતે 300 કરોડથી પણ વધુના ખર્ચે 500 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે તેમજ મેડિકલ કોલેજની પણ ભેટ આપવામાં આવશે. પોરબંદરના ધારાસભ્યએ પોરબંદર જિલ્લાને મેડીકલ કોલેજની સુવિધા મળે તે માટેના પ્રયાસોને સફળતા મળી છે. પોરબંદરવાસીઓને આરોગ્ય લક્ષી સુવિધા મળી રહેશે.
પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાના પ્રયાસોને સફળતા મળી છે. પોરબંદર ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં અત્યંત આધુનિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. આરોગ્યની ઉત્તમ સવલત મળી રહે તે માટે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારને પત્ર દ્વારા તેમજ રૂબરૂ મળી રજૂઆતો કરી હતી જેના કારણે મેડિકલ કોલેજ અને હોસ્પિટલની સુવિધા પોરબંદર જિલ્લાને મળશે.
પોરબંદર જિલ્લામાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માટે 19.7 એકર જગ્યામાં વનાણા બાયપાસ ખાતે હોસ્પિટલ બિલ્ડીંગનું ભવ્ય નિર્માણ કરવામાં આવશે. આ હોસ્પિટલમાં દરેક સુવિધાની સાથે હોસ્ટેલ, બાગ બગીચા, લેબોરેટરી, ઓપરેશન રૂમ અને 500 બેડની વ્યવસ્થા રૂપિયા 3 કરોડના ખર્ચે ઉભી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.