વિશાળ જનમેદની ભેગી થઇ:રાષ્ટ્રવાદી હિન્દુ સંગઠન દ્વારા પોરબંદરમાં ઐતિહાસિક સભાનું આયોજન સંપન્ન થયું

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિનરાજકીય પ્રોગ્રામમાં પ્રથમ વખત વિશાળ જનમેદની ભેગી થઇ

સુદામાનગરી પોરબંદરમાં રાષ્ટ્રવાદી હિન્દૂ સંગઠન દ્વારા યુવાઓમાં રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રવાદ વધે તે માટે પ્રખર રાષ્ટ્રવાદી વકતાશ્રી પુષ્પેન્દ્રજી કુલશ્રેષ્ઠને રામદેવજી મહારાજના મંદિર પાસે, ચોપાટી ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા. પુષ્પેન્દ્રજી કુલશ્રેષ્ઠને સાંભળવા માટે બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

પોરબંદરના ઇતિહાસમાં પહેલીવાર આવી ઘટના બની હશે કે કોઈ બિનરાજકીય પ્રોગ્રામમાં આટલી જનમેદની કોઇ વક્તાને સાંભળવા માટે આવી હોય. પુષ્પેન્દ્રજી પોતાની આગવી શૈલીમાં રાષ્ટ્રવાદ વિશે જ્યારે વ્યક્ત શરૂ કર્યું ત્યારે શ્રોતાગણો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે પુષ્પેન્દ્રજી કુલશ્રેષ્ઠ ભારતમાં વિવિધ જગ્યાએ રાષ્ટ્રવાદ વિશે વ્યાખ્યાન આપતા હોય છે અને યુવાનોમાં અતિ લોકપ્રિય પણ છે.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રાષ્ટ્રવાદી હિન્દૂ સંગઠન તરફથી આયોજક તરીકે દિવ્યેશભાઈ જુંગી અને દરેક કાર્યકર્તાએ જહેમત ઉઠાવી હતી. તેમજ પોરબંદરની રાષ્ટ્રવાદી જનતાનો હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...