ઇવેન્ટ:પોરબંદરમાં હેરિટેજ ટ્રેઝર હંટ ઇવેન્ટ યોજાઈ

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા રોટરેક્ટ ક્લબ સ્પાર્કલિંગ યુથ અને INTACHના સહયોગથી અભૂતપૂર્વ ગ્રાન્ડ હેરિટેજ ટ્રેઝર હન્ટ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં 55થી વધુ ટીમોએ ભાગ લીધો. આ રેસ અંતર્ગત ટીમોને પોરબંદરના હેરિટેજ સ્થળો પર આધારિત 8 કડીઓ સાથેની શીટ આપવામાં આવી હતી. ટીમોએ આપેલ કડિયોને ઉકેલ કરીને યોગ્ય હેરિટેજ સ્થાન શોધવાનું હતું. તેઓએ આ હેરિટેજ સ્થળ પર પહોંચીને તેમને પ્રદાન કરેલ ઇવેન્ટ ફ્લેગ સાથે સેલ્ફી પણ ક્લિક કરવાની હતી.

ઇવેન્ટને નટવરસિંહજી ક્લબ થી ફ્લેગ કરવામાં આવી હતી અને ટીમોએ આપેલ 8 હેરિટેજ સ્થળ શોધ્યા પછી તે જ સ્થળે પાછા પહોંચવાનું હતું. તમામ કેટેગરીમાં ટોચના ત્રણ ફિનિશર્સને હેરિટેજ જગ્યા ઉપર લીધેલ સેલ્ફી સાથે ઉકેલવામાં આવેલા મહત્તમ યોગ્ય જગ્યાઓ અને ઓછામાં ઓછા સમયના આધારે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય પછી જીએમસી ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ હેત્વી દત્તાણી, દિપાલી ચૌહાણ અને જિયા ફાતિમા ડાન્સ પર્ફોર્મન્સ સાથે ઈવેન્ટની શરૂઆત થઈ હતી. પોરબંદર ના ઇતિહાસ ને એક અનોખી રીતે ઉજાકર કરવાના આ પ્રસંગને સૌએ વખાણ્યો હતો. આયોજકો દ્વારા સેલ્ફી પોઈન્ટ, સંગીત, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિજેતાઓને ઈનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...