તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:મૃત્યુ અંગેનું પ્રમાણપત્ર કાઢવા માટે હેલ્પલાઇન શરૂ કરાઈ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોરબંદર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા મદદ કરાશે

મૃત્યું પામેલના સગાઓને મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા મળી રહે તે માટે પોરબંદર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા જરૂરી કાનુની સહાય તથા સલાહ આપવા માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. કોરોના મહામારીને કારણે હાલ સમગ્ર રાજ્યમાં તથા પોરબંદર જિલ્લામાં પણ મૃત્યુદરમાં અનેક ગણો વધારો આવ્યો છે. આવા સંજોગોમાં આવા મૃત્યું પામેલ લોકોના સગાઓને મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવામાં તથા ઓનલાઇન ફોર્મ ભરવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.

સરકાર દ્વારા મૃત્યુ પામેલ લોકોના સગાઓને મૃત્યુનું પ્રમાણપત્ર મળી રહે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા મૃત્યુ અંગેનું પ્રમાણપત્ર મેળવવા જરૂરી કાનુની સહાય તથા સલાહ આપવા માટે હાલ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

જે અંતર્ગત પોરબંદર માટે પેરા લીગલ વોલ્ન્ટિયર સંજયભાઈ ત્રિવેદી- 8690837178, કિશનભાઈ ગોહેલ -9033337928, રાહુલભાઈ મેઘનાથી- 9824661533, તથા રાણાવાવ ખાતે નિમિષાબેન જોશી- 7405245440, મિનલબેન બલભદ્ર- 8735956903 તથા કુતિયાણા ખાતે ભાનુબેન ચાવડા- 8200904410, શૈલેષભાઈ ઓડેદરા- 9898844935 નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...