રેસ્ક્યુ:ભાગ્યે જ જોવા મળતું સ્ટેપી ઇગલ પક્ષી અભયારણ્યનું મહેમાન બન્યું

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીહાઇડ્રેશનના કારણે બીમાર બનતા સ્ટેપી ઇગલ પક્ષીનું પાદરડી ગામે રેસ્ક્યુ કરાયું

ભાગ્યે જ જોવા મળતું સ્ટેપી ઇગલ પક્ષી બીમાર થતા વન વિભાગ ટીમ દ્વારા પાદરડી ગામેથી રેસ્ક્યુ કરી આ પક્ષીને પક્ષી અભ્યારણ ખાતે લાવવામાં આવ્યું છે.તાજેતરમાં વનવિભાગ ટીમ દ્વારા પાદરડી ગામેથી એક પક્ષીનું રેસ્ક્યુ કરી પક્ષી અભયારણ્ય ખાતે સારવાર માટે લાવ્યા છે. અહીંના વેટનરી ડો. ભરત કણઝારીયાએ જણાવ્યું છે કે, સામાન્ય રીતે ભાગ્યે જ જોવા મળતું આ સ્ટેપી ઇગલ પક્ષી છે જેને ગુજરાતીમાં નેપાળી ઝૂમમ્સ તરીકે ઓળખાય છે.

આ પક્ષીને ડીહાઇડ્રેશનના કારણે બીમાર પડ્યું હતું જેથી સારવાર અને પૂરતો ખોરાક આપી આ પક્ષી સાજું થશે એટલે તેને મુક્ત કરવામાં આવશે. આ પક્ષી સમગ્ર એશિયા ખંડમાં તેમજ આફ્રિકા ખંડમાં તથા મધ્ય પૂર્વીય આફ્રિકા ખંડમાં સવાના રણમાં, અર્ધ રણમાં તથા હિમાલયના પર્વતો અને કૃષિ ક્ષેત્રોમાં તેમનું આવર્તન વધુ છે. આ શિકારી પક્ષી છે અને કેટલાય દેશોની ઇન્ટરનેશનલ સરહદો તથા હજારો કિમિના પ્રવાસ માટે જાણીતું છે. શિયાળામાં રશિયા, કઝાકિસ્તાન તથા મંગોલીયામા પ્રજનન કરે છે અને ભારતમાં પણ બીજા નંબરના પ્રવાસી શિકારી કે રેપ્ટર પ્રજાતી તરીકે શિયાળાના સમયમાં પ્રવાસ કરે છે. ભાગ્યેજ જોવા મળતું સ્ટેપી ઈગલ પક્ષી અભ્યારણયનું મહેમાન બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...