ડોલ્ફિનના ગજબનાં કરતબો ભાગ્યે જ જોવા મળે છે. હાલમાં સોશિયલ મીડિયામાં ડોલ્ફિનનના સમૂહનો એક અદભુત વીડિયો વાઇરલ થયો છે. એમાં ડોલ્ફિનનો સમૂહ ડૂબકી મારતો જોવા મળે છે. આ વીડિયો પોરબંદરના દરિયાનો અને માછીમારે બોટમાંથી ઉતાર્યો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.
ડોલ્ફિન ઊડીને ડૂબકી મારતા જોવા માટે લોકોએ પૈસા ખર્ચ કરવા પડે છે અને ભરપૂર પ્રવાસ કરવા માટે તૈયાર હોય છે. પરંતુ આ દૃષ્યો માછીમારોને મફતમાં જોવા મળ્યું હતું. વીડિયોમાં સમુદ્રમાં ડોલ્ફિનનો એક સમૂહ મજાની ડૂબકીઓ મારતો જોવા મળે છે.
ડોલ્ફિન પાણીમાં શ્વાસ ન લઈ શકે એ માટે તે શ્વાસ લેવા માટે પાણીની બહાર આવે છે. સોશિયલ મીડિયામાં વાઉરલ થયેલો આ વીડિયો પોરબંદરના દરિયાનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
મહત્ત્વનું છે કે ભાવનગર જિલ્લાના ઘોઘા બંદરે અંદાજિત બે મહિના પહેલાં સ્વદેશી ડોલ્ફિનનું વિશાળ ઝુંડ જોવા મળ્યું હતું. રજાની મજા માણવા આવેલાં લોકો આ સમુદ્રી શાંતિદૂતને નીહાળી રોમાંચિત થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.