તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા ઉત્કર્ષ ઝુંબેશ:10 મહિલાનું જૂથ બનાવી આર્થિક પ્રવૃતિ માટે વગર વ્યાજે 1 લાખની લોન મળશે

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજયમાં મહિલાઓ આર્થિક રીતે પગભર થાય અને આત્મનિર્ભર બને તે માટે રાજય સરકાર દ્વારા મહિલા સશકિતકરણના ભાગરૂપે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અમલમા મુકી છે. આ યોજના હેઠળ 10 મહિલાઓનું જૂથ બનાવી આર્થિક પ્રવૃતિ માટે વિના વ્યાજે રૂા.1 લાખની લોન મળવાપાત્ર છે. લોન મેળવવા ઈચ્છુક બહેનોએ પુરાવા તરીકે આધારકાર્ડની નકલ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો આપવાનો રહેશે.

આ યોજનાનો લાભ 18 થી 59 વર્ષના બહેનોને મળવાપાત્ર છે. લોન લેનાર જુથના દરેક બહેનોએ માસિક રૂ.1000 લેખે 10 સરળ હપ્તામાં લોન ભરપાઈ કરવાની રહેશે. આ યોજનાનો હેતુ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતી બહેનોને ધિરાણના માધ્યમથી સ્વ રોજગારી અને આજીવિકા પૂરી પાડવાનો છે. આ યોજનાનો ગ્રામ્ય કક્ષાએ બહેનો વધુમાં વધુ લાભ મેળવી શકે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી, કર્મચારીઓ, અન્ય વિભાગના અધિકારીઓ તેમજ લગત ગામની આંગણવાડી કાર્યકરોને આ ઝુંબેશમાં જોડવામાં આવેલ છે.

આ યોજનાનો ગ્રામ્ય કક્ષાએ બહેનો દ્વારા વધુમાં વધુ લાભ લેવા માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...