આત્મહત્યાનો પ્રયાસ:પોરબંદરની યુવતીને એસીડ પી લેતા સારવારમાં ખસેડાઇ

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે જાણવાજોગ દાખલ કરી
  • બીમારીથી કંટાળી યુવતિએ પગલું ભર્યું

પોરબંદર શહેરના કે. કે. નગર વાડી વિસ્તારમાં રહેતી એક યુવતિએ બિમારીથી કંટાળીને એસીડ પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસને આ બનાવની જાણ કરાતા પોલીસે આ યુવતિ સામે જાણવાજોગ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદરના કે. કે. નગર વાડી વિસ્તારમાં રહેતી શિતલબેન પ્રતાપભાઇ બોખીરીયા નામની યુવતીને 3-4 દિવસથી તાવ, શરદી તથા બી.પી.ની તકલીફ હોય તેનાથી કંટાળીને પોતે ગઇકાલે સવારના સમયે બાથરૂમમાં પડેલી એસીડની બોટલમાંથી થોડુ એસીડ પી લેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરી છે. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે જાણવાજોગ દાખલ કરીને વધુ તપાસ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના ASI બી. એસ. ગોઢાણિયાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...