રેસ્ક્યુ:માધવપુર નજીક વાડી વિસ્તારમાં મહાકાય અજગર નજરે ચઢી આવ્યો

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાવળ પર ચડેલ અજગરને પકડવા 3 કલાક રેસ્ક્યુ ચાલ્યું, માધવપુરના રેસ્ક્યુઅર ત્રણ ખેતર ખૂંદી પહોંચ્યા હતા

માધવપુર નજીક સાંડા ગામના ખેતરમાં મહાકાય અજગર જોવા મળતા માધવપુરની સંસ્થાને જાણ કરતા ટીમે 3 ખેતરોમાં કાદવ ખૂંદી પહોંચ્યા હતા અને 3 કલાકની જહેમત બાદ અજગર પકડાયો હતો.

માધવપુર નજીક આવેલ સાંડા ગામમાં રાજુભાઇ માલમની વાડીએ મહાકાય અજગર નજરે ચડ્યો હતો જેથી નગર્જુન આગઠ ચેરી. ટ્રસ્ટના કાર્યકરોને જાણ કરતા માધવપુરના ઉમંગ કંસારા, શ્યામ સોલંકી, મહેશ કરગટીયા નામના રેસ્ક્યુઅર વાડીએ જવા નીકળ્યા હતા. ખેતરોમાં કાદવ કીચડ હોવાથી આ ટીમ 3 ખેતરો ગારો ખૂંદીને સ્થળ પર પહોંચ્યા હતા.

વાડીમા અજગર બાવળ પર ચડી ગયો હતો અને આ અજગર કાચલી ઉતારતો હોય જેથી વધુ એગ્રેસીવ હતો. આ અજગરને પડકવા ટીમે 3 કલાકનું રેસ્ક્યુ કરી અજગરને પકડી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અજગર 8.5 ફૂટની લંબાઈ ધરાવતો હતો અને 20 કિલોનો છે. અજગરને પકડીને પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...