તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્દામાલ જપ્ત:રાણાવાવમાં વરલી મટકાનાે જુગાર રમતો શખ્સ ઝડપાયો

પોરબંદર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફોનમાં જુગાર રમાડનાર શખ્સ સામે ગુનો
 • રોકડ, મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત

પોરબંદરના રાણાવાવ શહેરમાંથી પોલીસે વરલી-મટકાંના આંક પર જુગાર રમતા શખ્સને ઝડપી પાડ્યો હતો અને મોબાઇલ ફોનમાં કપાત કરાવનાર શખ્સ સામે પણ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. રાણાવાવમાં સરકારી હાઇસ્કૂલ પાસે રહેતો નહીમ હારૂન પીરઝાદા નામના શખ્સને પોલીસે રાણાવાવ નગરપાલિકા પાછળની ગલીમાં જાહેરમાં મોબાઇલ ફોન મારફત વરલી-મટકાંના આંકડાઓ ઉપર જુગાર રમતો રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

અને સામે છેડે મોબાઇલ ફોન મારફત આંકડાઓની કપાત કરાવતો ફાઝીલ અનાન મુલા સામે પણ ગુનો નોંધી તેની શોધખોળની કામગીરી હાથ ધરી છે તેમજ સ્થળ પરથી આંકડા લખેલી ચીઠ્ઠીઓ, મોબાઇલ ફોન, રોકડ રકમ સહિત કુલ રૂ.૧૪,૫૩૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો