કોરોના મહામારી:વધુ 6 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટીવ

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 488 ટેસ્ટમાંથી 2 અને અન્ય જિલ્લા ખાતે પોરબંદર જિલ્લાના 4 દર્દીનો સમાવેશ

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 488 દર્દીઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 2 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જેમાં પોરબંદરના જ્યુબિલી વિસ્તારમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધા અને ખોડિયાર સોસાયટીમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધ નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે અન્ય જિલ્લા ખાતે પોરબંદર જિલ્લાના કુતિયાણા માંથી 68 વર્ષીય વૃદ્ધ અને 60 વર્ષીય મહિલા, ખાગેશ્રી ગામ માંથી 38 વર્ષીય મહિલા અને પોરબંદરના ભગવતી શેરી વિસ્તાર માંથી 39 વર્ષીય યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ પોરબંદર જિલ્લામાં કોરોના દર્દીઓનો કુલ આંકડો 645એ પહોંચ્યો છે. જેમાં 498 દર્દી પોરબંદર જિલ્લાના અને અન્ય જિલ્લા ખાતે પોરબંદર જિલ્લાના 147 દર્દીઓનો સમાવેશ થાય છે. હાલ જિલ્લામાં 53 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 33229 વ્યક્તિઓના કોરોના ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...