કોરોનાનો ઉછાળો:જિલ્લામાં વધુ 3 દર્દી કોરોના પોઝિટિવ, 2 દર્દી ડિસ્ચાર્જ થયા

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 કેસ એક્ટિવ, 7 દર્દી દાખલ અને 8 આઇસોલેટ થયા છે

પોરબંદર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ 3 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. હાલ જિલ્લામાં 15 કેસ એક્ટિવ છે.પોરબંદર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 630 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 3 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે, જેમાં પોરબંદરના ઝુંડાળા માંથી 45 વર્ષીય મહિલા, દેગામ ગામની 20 વર્ષીય યુવતી અને વિસાવાડા ગામ માંથી 60 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 4078એ પહોંચ્યો છે.

વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતા જિલ્લામાં ડિસ્ચાર્જ દર્દીનો કુલ આંકડો 3924એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં કુલ 15 કેસ એક્ટિવ છે જેમાંથી 7 દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે જ્યારે 8 દર્દી હોમ આઇસોલેટ થયા છે.

વડિયામાં કોરોના બ્લાસ્ટ: 5 દિવસમાં 8 કેસ
કોરોનાની નવી લહેરમાં અમરેલી જીલ્લામાં પણ દર્દિઓની સંખ્યા વધવા લાગી છે. ખાસ કરીને વડીયા શહેરમાં જ છેલ્લા એક સપ્તાહમાં આઠ નવા કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડવા લાગ્યું છે. અહી મોરવાડા, તાલાળી અને કુંકાવાવમાં પણ કોરનાના કેસ સામે આવ્યા છે. અહીં કોરોના પોઝિટિવ દર્દીને હોમ કવોરન્ટાઈન કરાયા છે અને આરોગ્ય તંત્રએ જે દર્દીઓને હોમ કવોરન્ટાઈન કરાયા છે તેએ ઘરે રહે તેવી અપિલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...