નિશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પ:પોરબંદરનાં માધવપુરમાં નિ:શુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનવતા પરિવાર દ્વારા આગામી તા. 22 મી એ આયોજન કરાયું

પોરબંદર જિલ્લાના આગામી 22 નવેમ્બરના રોજ માનવતા પરિવાર દ્વારા નિશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું છે. પોરબંદર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને મોતિયા જેવી બીમારીથી મુક્તિ મેળવવા માટે માનવતા પરિવાર દ્વારા આગામી 22 નવેમ્બરના રોજ નિશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટની રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા દર મહિનાની 22 તારીખના રોજ આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. માધવપુર ખાતે રામ મંદિર પાસેના મહેર સમાજમાં યોજાનાર કેમ્પમાં મોતિયો, જામર, વેલ, પરવાળાના ઓપરેશન વિનામૂલ્ય કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ભાગ લેનાર દર્દીએ પોતાનું આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે તેમ એક યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...