લોકોમાં ભારે આતુરતા:કુતિયાણામાં ચૂંટણીનો ચતુષ્કોણીય જંગ ખેલાશે

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના ઉમેદવાર પર હજુપણ સસ્પેન્સ યથાવત

પોરબંદર જિલ્લાના કુતિયાણા વિધાનસભાની બેઠક પર આ ચૂંટણી ભારે રોમાંચક થવા જઇ રહી છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રસ, એનસીપી અને હવે આપ ની પણ એન્ટ્રી થતા આ બેઠક પર હવે ચતુષ્કોણીય જંગ ખેલાશે ત્યારે ભાજપ હવે આ બેઠક પણ કોને ટીકીટ આપશે તે અંગે હજુ પણ સસ્પેન્સ જળવાયેલ હોવાથી લોકોમાં ભારે આતુરતા જોવા મળી રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા જ ઉમેદવારો ટીકીટની ફાળવણી માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વખતે ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા જ ગુજરાતની ચૂંટણી ભારે રસાકસી ભરી બની રહેશે અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે.

ત્યારે પોરબંદર જીલ્લાની કુતિયાણા વિધાનસભાની બેઠક પર પણ ચતુષ્કોણીય જંગ જામતા ભારે રસાકસી જોવા મળી રહી છે. કુતિયાણા વિધાનસભા પર છેલ્લી બે ટર્મથી ચુંટાઇ આવતા કાંધલભાઇ જાડેજાનું નામ એનસીપી તરફથી ફાઇનલ છે.

ત્યારે કોંગ્રેસે આ બેઠક પર પૂર્વ જીલ્લા કોંગ્રસના પ્રમુખ નાથાભાઇ ઓડેદરાને ટીકીટ આપી છે અને આમ આદમી પાર્ટી દ્વારા ભીમાભાઇ દાનાભાઇ મકવાણા પર પસંદગી કરી છે ત્યારે ભાજપ તરફથી પણ આગામી એક-બે દિવસમાં ઉમેદવારોના નામ જાહેર થઇ શકે તેમ હોય આ બેઠક પર ભારે સસ્પેન્સ ઉભું થયું છે.

અન્ય સમાચારો પણ છે...