ગામ ગાથા:ઘોડાદર ગામમાં ધૂળેટી પર દરગાહ ખાતે લોકમેળો યોજાય છે

માધવપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માધવપુર ઘેડથી 15 કિમી દૂર આવેલા ગામમાં આવેલ પીર બાપાને ખજૂર ચડાવાય છે
  • આશરે 60થી 70 ખાંડી એટલે કે, 1200થી 1400 મણ ખજૂર ચઢે છે, જેનું ગામમાં કરાઇ છે વિતરણ

પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ થી 15 કિમી દુર આવેલ ઘોડાદર ઘેડ ગામ ખાતે ધૂળેટીના પાવન પર્વ નિમિતે ગજપીર બાપા ની દરગાહે ભવ્ય લોકમેળાનું હિન્દુ મુસ્લિમ ની એકતા થી આયોજન કરાય છે. માંગરોળ તાલુકાના ઘોડાદર ગામમાં આવેલ ગંજપીર બાપાની દરગાહે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડયા હતા.

ધૂળેટીના દિવસે હિન્દુ અને મુસ્લિમની એક્તા સાથે મળીને મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે સાથે વહેલી સવાથી લઈને સાજ સુધ ભોજન ની પ્રસાદી નું આયોજન પણ કરાય છે ને હજારો ભકતો ગંજપીર બાપા ની પ્રસાદી લઈને ધન્યતા અનુભવે છે.

બહારથી આવેલ મહેમાનોને પ્રસાદી લીધા વગર જવા દેતા નથી ને આ મેળાને નિહાળવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. ગજપીર બાપાની દરગાહે લોકો શ્રીફળ, સાકર, ગોળ અને વધુમાં વધુ ખજુર ચડાવે છે.

ત્યાંનાં સ્થાનીક લોકોનું કહવું છે કે આશરે 60 થી 70 ખાંડી એટલે કે 1200 થી 1400 મણ ખજુર ચડે છે તે ખજુર ઘોડાદર ગામ માં ઘરે ઘરે વિતરણ કરવા માં આવે છે. ગજપીર બાપાની દરગાહના મેળામાં હિન્દુ-મુસ્લિમ સાથે તમામ સમાજની એકતાથી ભવ્ય આયોજન પણ કરાય છે ને સાથે મળી ને ભોજનની પ્રસાદી લેવાય છે.

અન્ય સમાચારો પણ છે...