તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફળ સારવાર:પોરબંદરમાં અર્ધબેભાન હાલતમાં લવાયેલા સાડા પાંચ વર્ષના બાળકને મળ્યું નવજીવન

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાહત દરમાં સારવાર કરતી બાળકોની હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની જહેમત રંગ લાવી

પોરબંદરમાં માત્ર સાડા પાંચ વર્ષના બાળકને અર્ધબેભાન અવસ્થામાં તેના માતા-પિતા રાહતદરે સારવાર આપતી શહેરની આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, જ્યાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા બાળકને જુવેનાઈલ ડાયાબીટીસ ટાઈપ-1 જેવી ગંભીર બિમારીઓની સારવાર આપવામાં આવતા બાળકને નવી જીંદગી મળી હતી.શહેરમાં કાર્યરત આશા ચિલ્ડ્રન હોસ્પિટલના મેનેજર આશિષભાઈ થાનકીએ જણાવ્યું હતું કે, અત્રેની હોસ્પિટલ ખાતે અર્ધબેભાન અવસ્થામાં લવાયેલા આ બાળકને ૩ દિવસથી ઉલ્ટીઓ થતી હતી, પેટમાં પાણી પણ રહેતું ન હતું, સાથે 4 થી 5 દિવસથી અસહ્ય પેટનો દુ:ખાવો અને એક રાતથી શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ અતિ ઝડપી બની ગઇ હતી.

ગંભીર પરિસ્થિતીઓ વચ્ચે અત્રેની હોસ્પીટલના નિષ્ણાંત તબીબોની ટીમના ડો.અનીલ રૂઘાણી, ડો.વિધી કડછા દ્વારા તાત્કાલિક ધોરણે બાળકને ICU માં દાખલ કરી સઘન સારવાર આપવામાં આવી હતી અને સારવારમાં આ બાળકને જુવેનાઈલ ડાયાબીટીસ ટાઈપ-1 જેવી ગંભીર બિમારી માલુમ પડી હતી, જેથી સેન્ટ્રલ લાઈન ઓક્સિજન સપ્લાય વડે અવિરત ઓક્સીજન આપી બ્લડ-સુગર અને યુરીન યુગર અતિ ઉંચા લેવલે જોતા ઈન્ફ્યુંજન પમ્પ દ્વારા ઈન્સ્યુલીન મોનીટર શરીરમાં ઓક્સિજનનું લેવલ પર નજર રાખવા પ્લસ ઓક્સીમીટર જેવી ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી હતી અને આજે છ દિવસ પછી આ બાળક-દર્દી સ્થિર અવસ્થામાં આવતા અને તેને હોસ્પિટલથી રજા આપવામાં આવી. આ તકે આ બાળકના માતા-પિતા તબીબોની નિષ્ણાંત ટીમને આર્શીવાદ આપતા કહ્યુ હતુ કે પોરબંદરમાં છેલ્લા 31 વર્ષથી અવિરતપણે સેવા આપતી સંસ્થા જો નજીવા દરે ના આપતી હોત તો અમારા જેવા ગરીબ માણસોની શું હાલત થાત ? નર્સિંગ સ્ટાફ તથા આ સંસ્થાના ટ્રસ્ટીગણનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો