આગ:દેગામ ગામે આગ ફાટી નિકળી, 400 મણ મગફળી બળીને ખાખ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતે મહામહેતનથી તૈયાર કરેલો પાક બળી ગયો
  • વાડીમાં આવેલી અોરડીમાં શોટ સર્કિટથી આગ લાગી હતી

પોરબંદર નજીકના દેગામ ગામે ગુરૂવારની રાત્રે 400 મણ જેટલી મગફળી શોટ સર્કીટને કારણે લાગેલી આગમાં બળીને ખાખ થઇ ગઇ હતી. આ આગમાં અંદાજે 4 લાખ જેટલું નુકશાન થયાનો અંદાજ છે.પોરબંદર નજીકના દેગામ ગામે રહેતા વસ્તાભાઇ દુદાભાઇ સુંડાવદરાની વાડીમાં આવેલી ઓરડીમાં 400 મણ જેટલી મગફળી રાખી હતી. આ ઓરડીમાં અચાનક આગ લાગી હતી અને થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા મગફળીનો જથ્થો આગની લપેટમાં આવી ગયો હતો.

આ બનાવને પગલે દેગામ ગામના સરપંચ ગીજુભાઇ સુંડાવદરાએ તુરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ દેગામ ગામે પહોંચી ગઇ હતી. ફાયર બ્રિગેડ દ્વારા સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં 400 મણ મગફળી બળીને ખાખ થઇ ગઇ હતી. જેના કારણે ખેડૂતને અંદાજે રૂ. 4 લાખનું નુકશાન થયું હતું. આ આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...