ફાયર બ્રિગેડની ટીમ ખડે પગે:જાવરમાં હિરાવતી મરીન પ્રોડક્શન ફેકટરીમાં આગ લાગી

પોરબંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધુમાડો વધુ હોવાથી ફાયરમેનોને અંદર પ્રવેશવામાં મુશ્કેલી પડી, 3 કલાક બાદ પણ આગ કાબુમાં આવી નથી

જાવરમાં હિરાવતી મરીન પ્રોડક્શન ફેકટરીમા આગ લાગી છે. રેકોર્ડ રૂમમાંથી ધુમાડો વધુ હોવાથી ફાયરમેનોને અંદર પ્રવેશવામાં મુશ્કેલી પડી રહી છે જેથી 3 કલાક બાદ પણ આગ કાબુમાં આવી નથી. પોરબંદરના જાવર વિસ્તારમાં આવેલ હિરાવતી મરીન પ્રોડક્શન ફેકટરીમા બપોરે 3:30 કલાકે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ તાકીદે ઘટના સ્થળે પહોચી હતી. ફાયર સ્ટેશન અધિકારી રાજીવ ગોહેલ જણાવ્યું હતુંકે, આ ફેકટરીમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે.

રેકોર્ડ રૂમમાં આગ લાગી છે અને ત્યાં ધુમાડો વધુ નીકળે છે જેથી ફાયરમેનો અંદર પ્રવેશી શકતા નથી. આગ 3 :30 વાગ્યે લાગી હતી અને શાંજના 6:30 થવા છતાં આગ કાબુમાં આવી નથી. જોકે ફેકટરીમાં કામ કરતા તમામ કામદારો અને સ્ટાફ બહાર નીકળી ગયા છે જેથી જાનહાની ટળી છે પરંતુ આગ બુઝાયા બાદ નુકશાની અંગે ખ્યાલ આવી શકે. હાલ આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...