તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:માસ્ક વગર નીકળેલ 137 લોકો પાસેથી 1.37 લાખનો દંડ વસુલ્યો

પોરબંદર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદરમાં જાહેરનામાનો ભંગ કરનારા 19 લોકો સામે કાર્યવાહી

બગવદર પોલીસે 1 માસમાં માસ્ક પહેર્યા વગર નીકળેલ વ્યક્તિઓ પાસેથી રૂ. 1.37 લાખનો દંડ વસુલ્યો હતો જ્યારે જાહેરનામા ભંગના 20 ગુન્હા નોંધાયા હતા. કોરોના મહામારીએ સમગ્ર દેશમાં કહેર વર્તાવ્યો છે. કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકારના આદેશ પ્રમાણે દેરક વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે.

આમ છતાં પણ કેટલાક લોકો માસ્ક પહેર્યા વગરના બહાર ફરી રહ્યા છે ત્યારે સરકારના આદેશ પ્રમાણે માસ્ક પહેર્યા વગર નીકળેલ વ્યક્તિ પાસે રૂ. 1000નો દંડ વસૂલવાનો નિયમ છે ત્યારે પોરબંદરના બગવદર ગામે પોલીસે ગત 1 માસમાં માસ્ક પહેર્યા વગર નીકળેલ 137 લોકો સામે કાર્યવાહી કરી રૂ. 1.37 લાખનો દંડ વસુલ કર્યો હતો. જ્યારે જાહેરનામા ભંગ કર્યા હોય તેવા 20 લોકો સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત છેલ્લા ત્રણ દિવસમાં 3 બાઇક ડિટેઇન કરી રૂ. 1500નો દંડ વસુલ્યો હતો.

જાહેરનામાનો છડે ચોક ભંગ કરી રહ્યા છે, જેને લીધે સંક્ર્મણ ફેલાવાનું પ્રમાણ વધી રહ્યું છે
પોરબંદર પોલીસે છેલ્લા 24 કલાકમાં કોરોનાના સંક્ર્મણને અટકાવવા અપાયેલા જાહેરનામાનો ભંગ કરી લોકોમાં વધુ સંક્ર્મણ ફેલાય તેવું કૃત્ય કરનારા 19 શખ્સો સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોરબંદરમાં કોરોણાનું સંક્ર્મણ જેટ સ્પીડે વધી રહ્યું છે, હોસ્પિટલ ફૂલ છે, અનેક દર્દીઓ સારવારના અભાવે મારી રહ્યા છે, તંત્ર પણ સંક્ર્મણ અટકાવવા તનતોડ પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે હજુ પણ અનેક લોકો ગફલત કરી સરકાર દ્વારા જાહેર કરેલા જાહેરનામાનો છડે ચોક ભંગ કરી રહયા છે, જેને લીધે સંક્ર્મણ ફેલાવવાનું પ્રમાણ વધી રહ્યું છે, જિલ્લામાં આવા લોકો પૈકીના માસ્ક ના પહેરનાર 10 લોકો સામે, લોકડાઉન દરમ્યાન માત્ર જીવન જરૂરિયાતની દુકાન ખુલ્લી રાખવાની છૂટ હોવા છતાં નિયમનો ભંગ કરી અન્ય પ્રકરની દુકાન પણ ખુલ્લી રાખનારા 3 શખ્સો સામે, રાત્રી કર્ફ્યુ દરમ્યાન દુકાન ખુલ્લી રાખનાર 1 શખ્સ સામે તથા રાત્રી કર્ફયુ હોવા છતાં તેનો ભંગ કરી જાહેરમાં નીકળનારા 5 લોકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો